Pages

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2023

મારા પ્રભુ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: મારા પ્રભુ

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"



પ્રભુ આવીને વસો મારે ઘેર

મારું ઘર ઢૂંકડુ છે.


મારું ઘર છે ગોકુળિયું ગામ

મારું મનડું છે તીરથ ધામ.

પ્રભુ આવીને...

મારું ઘર...

આંગણે ગાયો નો છે વાસ

ગોવાળો આવી રમે અહીં રાસ

પ્રભુ આવીને...

મારું ઘર...

મારે તે આંગણે માલીડો આવે

પ્રભુને કાજ રોજ ફૂલડાં લાવે.

પ્રભુ આવીને...

મારું ઘર...

મારે આંગણે ગોવાલણ આવે

આવીને કઢિયલ દૂધ ધરાવે

પ્રભુ આવીને...

મારું ઘર...

આંગણિયે સાથીયા પૂરાય 

તુલસીને પીપળો વવાય.

પ્રભુ આવીને...

મારું ઘર...

અહીં નરસિંહની કરતાલ સાથે

મીરાંના ભજનિયાં ગવાય

પ્રભુ આવીને...

મારું ઘર....

"શ્યામ"ની બસ એક વિનંતી 

સાંભળોને મારા ઘનશ્યામ.

પ્રભુ આવીને...

મારું ઘર....


 લખચોરાસીનો ફેરો ટાળવા તમે આવોને મારા રામ


 પ્રભુ આવીને વસો મારે ઘેર

મારું ઘર ઢૂંકડુ છે.


 બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.