Pages

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2023

તારા નામે - ડૉ. ઉષા જાદવ,"શ્યામા"

નામ : ડૉ. ઉષા જાદવ,"શ્યામા"

શીર્ષક : તારા નામે...

-------------------------------



તારા નામે....


પરબીડિયામાં પુરાઈ જાઉં સ્પર્શના સરનામે

રોજ થોડીક લખતી જાઉં ખુદને તારા નામે 


સ્પર્શીને વહી જાય જળની માફક રોજ મને

ખળખળ વહેતી થઈ જાઉં રોજ તારા નામે


અફવાઓની વણઝાર થઈ વહી જઉ પ્રવાહે,

હકીકત અડકી વહી જાઉં રોજ તારા નામે 


કિનારાને અથડાય એ અફાટ દરિયાના મોજા

તરંગોને શાંત કરતી જાઉં રોજ તારા નામે 


અડકી જાય જરાકને ઊઘડી જાઉં નખશિખ

સમેટી લઉં છટાથી મુજને રોજ તારા નામે


ઝાકળ જેવું તણખલું સરકી જાય સ્પર્શીને

ભીજવી લઉં ભીતર ખુદને રોજ તારા નામે 


હાથમાં દઉં હાથ આજ ધબકાર ગણવા તને

શ્વાસ કેટલાક સાચવી રાખું રોજ તારા નામે.....

          

                       ડૉ . ઉષા જાદવ (શ્યામા)


આથી હું, ' ડૉ.ઉષા જાદવ "શ્યામા" બાહેધરી આપુ છું કે આ રચના મારું મૌલિક સર્જન છે. 

આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.