રચનાનું નામ: - "પાણીના ટીપાં બની ઘાસમાં જઈએ "
(મોન્સુન સ્પેશ્યલ )
લેખકનું નામ:- નેન્સી અગ્રાવત
નથી જાઉં એકલું મારે, ચાલને સાથમાં જઈએ.
પાણીના ટીપાં બની , કૂણાં રે ઘાસમાં જઈએ.!
પ્રેમની મૌસમમાં ભીંજાઈએ ભાન ભૂલી,
ચાલને ઝરણું બની, વહેતા વમળમાં જઈએ.!
મારે હવે નથી બળવું, આ જગના અગનમાં,
બળબળતા પ્હોરે, થોડી હિમવર્ષા કરીએ. !
છોડ ખોટી ઝંઝાળ,મુશ્કેલીઓને કાખમાં લઇને,
સૂકા રણને છોડી, લીલાં વાસમાં જઈએ..!
નથી જાઉં એકલું મારે, ચાલને સાથમાં જઈએ.
પાણીના ટીપાં બની , કૂણાં રે ઘાસમાં જઈએ.!
..
.
.
.
.
લેખકનું નામ:- નેન્સી અગ્રાવત
બાંહેધરી :- આથી હું, નેન્સી અગ્રાવત' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.