રચના: સકારાત્મક વિચાસરણી
લેખક: રાહુલ પરમાર
"ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે."
_ધૃવ ભટ્ટ
આ મોજું ને મસ્તીમાં કાયમ રેહવું...
જીવન શું છે તેની મને ખબર નથી પણ એટલું તો ચોક્કસતાથી કહી શકું કે જીવન મસ્ત છે .જીવન એ સુખ_દુઃખનો પ્રવાસ છે .કોઈ પણ દુઃખને તમે મોટું સ્વરૂપ ન આપો. મનોવિજ્ઞાનના નિયમ પ્રમાણે તમે જેવા વિચાર રાખશો તેવા તમે થઈ જશો એટલે હંમેશા સારું વિચારો . सर्व कल्याणम अस्तु।
તમારા અચેતન મનમાં કોઈ પણ ખરાબ વિચારને પ્રવેશવા ન દો.જાગૃત મનમાં રોપતા વિચારોના બીજ જ્યારે ખોટા હોય ત્યારે અચેતન મન તેને ઝડપથી પકડી લે છે અને તેના પર પ્રતિક્રિયા આપવા લાગે છે . જીવનમાં સારા વિચારો ખૂબ જરૂરી છે .* Ref _ power of your unconscious mind.
એક વાર કૃષ્ણ અને અર્જુન જંગલ માંથી પ્રસાર થઈ રહ્યા હતા એ દરમ્યાન અર્જુન શ્રી કૃષ્ણને કહ્યું ભગવાન એવું કોઈ વાક્ય કહો જેને યાદ કરવાથી દુઃખમાં સુખની અનુભૂતિ થાય અને સુખમાં દુઃખની અનુભૂતિ થાય ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ! અર્જુન સાંભળ: "આ સમય પણ જતો રે'શે."
કોઈ પણ દુઃખ કે સુખ કાયમી નથી હોતું મિત્રો, આપણે તેને મોટું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ..
Life is cool live it friends. આ જ જીવનનું ગણિત સમજાય તો મસ્તી,મોજ ને જલસાના હલેસાં કરી જીવન સુમધુર ને સંગીતમય જીવાય. આપણે જ્યારે સુખમાં હોઈએ ત્યારે દિવસો અને વર્ષો વહી જતાં વાર નથી લાગતી આવું એટલે જ બનતું હોય છે કે કોઈ પણ કાર્ય જોશ અને સ્મિતવાળુ બને ત્યારે એમાં આપણે સો ટકા પોતાની જાત એ કાર્ય પત્યે અર્પણ કરી દેતા હોઈએ છીએ.આ જ જીવન જીવવાની કળા છે ઓછું જીવો પણ ઓછું ન લાગે તેવું સંતોષકારક જીવો. જાત સાથે સંવાદ સાધી શકાય તો જીવનની ગતિરીતિ વિશે ખ્યાલ આવે.હંમેશા આનંદપુર્વક જીવવા માટે પોઝિટિવ વિચારમય વાતાવરણ ઉભુ કરવું ખૂબ જ જરૂરી છે જે વ્યક્તિ આ કરી શકે તે જીવનને મસ્ત રીતે જીવી શકે. આપણે જ્યારે દુઃખી હોઈએ ત્યારે પ્રકૃતિનો સહારો લેવો જોઈએ એમાંથી જરૂર કોઈ રસ્તો દરેક વ્યક્તિ ને મડી જતો હોય છે .જાતને મુંઝવણ કરી દેતા ને દુઃખમાં ડુબાડી દેતા વિચારો ના જવાબો ક્યારે તો પૂછો સુખની અનુભૂતિ અને શુદ્ધ આત્માને ઓળખવાનો અવસર પ્રાપ્ત થશે.એકવાર અજમાવો તો ખરા આ ઉપાય રોજ જલસા લાગશે ને જીવન વધુ બહેતર બનશે એક નવો જ વળાંક આવશે અને જીવન ઉન્નતિ તરફ જશે.
આપના ઋષિમુનિઓ અને સંતો એટલા માટે જ એક સ્વરમાં કહી દીધું છે કે "મને દસે દિશાઓમાંથી સારા વિચારો પ્રાપ્ત થાવો." આપણે સૌએ આજ આરાધના પ્રભાતે કરવી જોઈએ અને જીવનને વધુ સાર્થક બનાવવુ જોઈએ.રોજ સવારે ઉગતા સૂર્યને જોઈ તમે આશાના કિરણો તો વાતાવરણમાં વાવો પછી જોવો બિલકુલ નવો અંદાજ ને નવું જીવન સંગીત.
આપણા દરેક સવાલોના જવાબો આપણને મળતા હોઈ છે એ માટે પ્રકૃતિનો સંપર્ક કરવો રહીયો....
લિ.રાહુલ પરમાર "તુલુ"
બાંહેધરી : આથી હું (રાહુલ પરમાર) ખાતરી આપું છું કે આ લેખ મારૂ મૌલિક સજૅન છે, જો કોઈની નકલ હોય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.