Pages

ગુરુવાર, 17 ઑગસ્ટ, 2023

સજાવટ રાખજે - પલ્લવી જોષી


જરાક આંખોમાં સજાવટ રાખજે,

જરાક રાગોમાં છણાવટ રાખજે...


એ અમારી લાજ બસ રાખી જાણે,

વાત તારી પણ બનાવટ રાખજે...


આજ ખોટા વેણ પણ બોલ્યા કરે,

એજ મોટાની જમાવટ રાખજે...


પ્રેમ માંગે માનથી તું આપજે,

ભાવભરી કાયમ મનાવટ રાખજે...


એ ગયા મૂકી હજી દિલમાં રહે,

પ્રાણથી થોડી મથાવટ રાખજે...


- પલ્લવી જોષી સરિતા


આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે જેની હું ખાત્રી આપું છું.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.