Pages

ગુરુવાર, 17 ઑગસ્ટ, 2023

જીવવા માંગુ છું - અંજના શ્રીમાળી

લેખક : અંજના શ્રીમાળી, 

           "અંજીતા"

શીર્ષક : જીવવા માંગુ છું...

---------------


એકાંતે  ઈશ્વરને મળવા  માગું છું.

એના અસ્તિત્વને પામવા ચાહું છું.


ભેદી  દુનિયાનાં  ભટકાવથી  દૂર,

તારામાં હું સદૈવ ભળવા માંગુ છું.


ચોતરફ  બેઈમાની  વ્યાપી અહીં,

સત્યના પરચા હું જોવા ચાહું છું.


દેખાતી  કોરી  લાગણીઓ  ખૂબ,

છોડીને  તારામાં  વસવા ચાહું છું.


કલ્પનાની ઘંટડીઓ વાગે છે છતાં,

હકીકતની વેદનામાં જીવવા માંગુ છું.


~અંજના શ્રીમાળી,"અંજીતા"

  અમદાવાદ..

બાંહેધરી:

આ મારી પોતાની સ્વરચિત અને અપ્રકાશિત કૃતિ છે જેની હું ખાતરી આપું છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.