Pages

મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

પ્રેમનું સ્થાન- દેવીબેન વ્યાસ-વસુધા

રચનાનું નામ - પ્રેમનું સ્થાન

લેખકનું નામ-દેવીબેન વ્યાસ-વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖



પ્રશ્નો ઘણાંયે ઘર કરીને જાય છે.

ના લાગણી એથી સરસ વંચાય છે.


જો ધૂંધળું દર્પણ હશે રજકણ થકી,

ના આરસીમાં સ્પષ્ટ મુખ દેખાય છે.


હલચલ થતું એ નીર પણ ડહોળું થતું,

ક્યાં શુદ્ધતા એમાં જરાં વર્તાય છે?


ગળપણ વધું મીઠાસનું નડતર બને,

તનમાં પ્રકોપી પીડને દઇ જાય છે.


દરિયા બધાં હિલ્લોળતાં ગમતાં દિલે,

ખારાશ એની ક્યાં જરી પીવાય છે?


છે ડુંગરાઓ દૂરથી રળિયામણાં,

એ પાસ આવે તો સહજ પરખાય છે.


છે પ્રેમની ખૂશ્બુ મજાની તરબતર,

જો સ્થાન એનું દિલ થકી દેવાય છે.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.