રચનાનું નામ -પુરસ્કાર
લેખકનું નામ-દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖
માંગવો છે આજ મારે પ્રેમનો મોટો પુરસ્કાર.
આપજે તું દોસ્ત થઇને સ્નેહનો બમણો પુરસ્કાર.
જોઇતી મારે કદી જંગમ કે સ્થાવર કોઇ મિલ્કત,
એક બસ સંભારણા સમ, વ્હાલનો રૂડો પુરસ્કાર.
આવકારો આપ મીઠો, દર્દ સઘળાં થાય ગાયબ,
નેહનો વરસાદ હો, દે એટલો ઉંચો પુરસ્કાર.
યાદ તારી રણઝણે કાયમ દિલે ઝગમગ બનીને,
પ્રીતનો વહેવાર રાખે, દે સદા ઉજળો પુરસ્કાર.
હેતથી હૈયું રળે, અંતર વહે ધારા બનીને,
ધોધ સરખો ભાવ ઉતરે, ભીતરી ભીનો પુરસ્કાર.
ગૌરવાન્વિત જિંદગી લાગે સદાયે સાથ પામી,
શબ્દ સુંવાળા બને, એવો મળે પાક્કો પુરસ્કાર.
પ્યારના પાયે ચણાયેલી ઇમારત હોય ઊભી,
થાય નતમસ્તક સદા, દે એવડો મોંઘો પુરસ્કાર.
દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા
બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.