રજકણ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 23 ઑગસ્ટ, 2023

રજકણ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: રજકણ

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


બાપના ઘરની રજકણમાં

મારું છૂપાયેલું બાળપણ છે.


માને ધાવ્યા પછી ખાધેલો

ઓડકાર આ રજકણમાં છે.


માથામાં પડેલી જુ કાઢતા

ખરેલો વાળ રજકણમાં છે.


 માળીયા પરથી પડી જતાં

નીકળેલું લોહી રજકણમાં છે.


અરે મારી પાટી, અડધી

ખાધેલી પેણ રજકણમાં છે.


લગોરી રમતા સાચવેલા

પથ્થરોની રજકણ અહી છે.


 બેન સાથે દોરડા કૂદવા

લીધેલી દોરી રજકણમાં છે.


રાખડી બાંધી પ્રેમથી ભેટી

એની ખુશ્બુ રજકણમાં છે.


બેનને વિદાઈ આપી એના

થાપા આ રજકણમાં છે.


હવે માબાપ નથી રહ્યા

એમની યાદો રજકણમાં છે.


સાચું કહું તો આખું ઘર જ 

રજકણ બની રજકણમાં છે.


 બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...