રાતભર - દિલીપ ધોળકિયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 18 ઑગસ્ટ, 2023

રાતભર - દિલીપ ધોળકિયા

લેખક : દિલીપ ધોળકિયા,"શ્યામ"

રચનાનું નામ : રાતભર

-------------


જોતરી મન  બળદિયા  હેતાળ  છેડે રાતભર.

એમ  ઈચ્છાની  ધરા એ  રોજ  ખેડે  રાતભર. 


રાત આખી દીવડો  મ્હોલાતમાં  સળગી રહ્યો,

આંખ  ટપકાવી  અભરખા  તેલ  રેડે  રાતભર. 


ફાલ આંબે  ખૂબ ફાલ્યો  યાદની મોસમ તણો,

સાવ હળવાં  હાથથી એ  વ્હાલ  વેડે રાતભર. 


કો' સજી શણગાર એની આંખમાં આવી વસે,

કાંખમાં  લઈ  મોહિની એ  રોજ તેડે  રાતભર. 


થાક જીવનનો ભરી દિલમાં તે  રાખે ક્યાં સુધી?

મૌન  થઈ  આઘી  મુકે  ઝંઝાળ  મેડે  રાતભર.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

  જૂનાગઢ.


બાંહેધરી :- આથી હું દિલીપ ધોળકિયા ખાતરી આપુ છું કે આ ગઝલ મારું મૌલિક સર્જન છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...