લેખક : અંજના શ્રીમાળી,
"અંજીતા",અમદાવાદ
રચનાનું નામ : શબ્દોના અહેસાસ
-------------------
ખાલી વાતોમાં શબ્દોના એહસાસ લાગે છે,
જિંદગી અહી વાતે વાતે તો કાશ લાગે છે.
જીતો બાજી તો , તાસ પણ આશ લાગે છે,
નહિ તો ,જીવનની સફર અનાયાસ લાગે છે.
એક લાંબો શ્વાસને હળવાશ લાગે છે,
અંતે તારો મારો જીવનભરનો સાથ લાગે છે.
રોજ તારી યાદોથી જીવન ખાસ લાગે છે,
નહિ તો આ જીવન કોઈનું મોહતાજ લાગે છે.
શબ્દો મેળવી ગોઠવ્યા તો પ્રાસ લાગે છે,
અંતરના ઓરતાનો આભાસ લાગે છે.
~અંજના શ્રીમાળી,"અંજીતા"
અમદાવાદ
બાંહેધરી :- આથી હું અંજના શ્રીમાળી ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.