Pages

શુક્રવાર, 18 ઑગસ્ટ, 2023

સાથ - જયશ્રી પટેલ

સાથ


રાજ મારો સાથ શોભાવો તમે

 રોજ રાતે ચાંદ ઝૂલાવો તમે.


યાદ રૂપે કોણ મોહે  છે મને.

ભાવના ના જાય તે લાવો તમે.


નેત્ર રોતાં રોજ મારાં મંથને,

કંઈક હોઠોમાં જ છૂપાવો તમે.


આપણી વાતો લખી જે વૃક્ષ પર,

ત્યાં સમજ પણ કોતરી આવો તમે.


‘શ્રી’ હરિ ચોરે છે રંગો ચિત્તના

એજ રંગોમાં તો રંગાવો તમે.


જયશ્રી પટેલ


 હું જયશ્રી પટેલ બાંહેધરી આપું છું આ મારી મૌલિક રચના છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.