રચનાનું નામ - કેમેરામાં કેદ
લેખકનું નામ- નેન્સી અગ્રાવત
શીર્ષક: "કેમેરામાં કેદ મારી લાગણીની વાચા.!."
કેમેરામાં કેદ મારી લાગણીની વાચા,
ના આપણે ખોટા, ના આપણે સાચા,
કેમેરામાં કેદ મારી લાગણીની વાચા..!
પગલાં પડ્યાં જે ઘરમાં સાથે,
વિસરે વખત એક ઉમળકા વાંકે,
સંઘરી રાખી ખાલી ખૂણાની ભાષા,
કેમેરામાં કેદ મારી લાગણીની વાચા...!
સામે કિનારે બેસી, ના આંસુ સારીએ,
ચાલને સંગાથે, સેતુ એક બાંધીએ,
વળતાં પ્રવાહે જો વળી જાઓ તો પાછા,
કેમેરામાં કેદ મારી લાગણીની વાચા...!
વિહરતા વાયરાને બાંધો જો એક્વાર,
સરકે હાથમાંથી રેતી જેમ પળવાર,
મજબૂત પ્રેમમાં પડ્યાં સંબંધો કાચા,
કેમેરામાં કેદ મારી લાગણીની વાચા ...!
ના આપણે ખોટા, ના આપણે સાચા,
કેમેરામાં કેદ મારી લાગણીની વાચા ...!
લેખકનું નામ:- નેન્સી અગ્રાવત
બાંહેધરી :- આથી હું, નેન્સી અગ્રાવત' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.