Pages

શનિવાર, 19 ઑગસ્ટ, 2023

હળવી યાદ- ડૉ. ઉષા જાદવ શ્યામા

નામ: ડૉ. ઉષા જાદવ શ્યામા

શીર્ષક: હળવી યાદ

---------------------------



મળી નથી શકતા રોજ, છતાંય જીવતી રહે મૈત્રી.

હૈયે હળવી યાદ બસ, અકબંધ હોવી જોઇએ.


મળે તોયે વરસે,ને ન મળે તોયે વરસી જાય.

અંતરમાં આછી વાદળી, કોઈ બંધ હોવી જોઇએ.


તારા નામનું રટણ કરવું, એમ ક્યાં રહ્યું સહજ .

આ મોઘમ ઈશારામાં, થોડી મરામત હોવી જોઇએ.


દીર્ઘ યાત્રાએ નીકળીને, ભાથું સગાથે સગપણનું.

સુખોની કોઈ નક્કી એક, સુગંધ હોવી જોઇએ.


હથેળીના હળવા સ્પર્શ થકી, જીવી લેવાનુ હવે.

નક્કી આ લાગણી, સાવ અંધ હોવી જોઈએ.


ડૉ.ઉષા જાદવ "શ્યામા"


હું ઉષા જાદવ બાહેધરી આપુ છું કે આ રચના મારી સ્વરચિત છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.