Pages

શનિવાર, 19 ઑગસ્ટ, 2023

સીમા - દેવીબેન વ્યાસ


રચનાનું નામ -સીમા

લેખકનું નામ:દેવીબેન વ્યાસ-વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖➖


સીમા બધીયે સાચવે છે, જાનના પણ જોખમે.

રક્ષણ કરીને જે થમે છે, જાનના પણ જોખમે.


વ્હોરે શહીદી હોંશથી જે દેશના કાજે સદા,

મા ભોમને માટે ખપે છે, જાનના પણ જોખમે.


રહીને ખડેપગ જે સદા, પરવા કરે ના ખુદ તણી,

સરહદ સકલ જે જાળવે છે, જાનના પણ જોખમે.


ઠંડી કે ના ગરમી તણી, કોઈ તમા એ રાખતાં,

અઘરી પ્રતિજ્ઞાથી સાંચરે છે, જાનના પણ જોખમે.


ઘરબાર છોડીને જતાં, સરહદ ઉપર થઇને કડક,

સંબંધ સઘળાં વિસરે છે જાનના પણ જોખમે.


હુકમ થતાં ના રાત કે દિવસ જુએ છે એ કદી,

તૈયાર થઇને જે તપે છે, જાનના પણ જોખમે.


વંદન કરું એ વીર પૂજારી જવાનોને સદા,

જે રાષ્ટ્રને માટે શ્વસે છે, જાનના પણ જોખમે.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર



લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.