Pages

શનિવાર, 19 ઑગસ્ટ, 2023

'I' અને 'i' - આકૃતિબા મોરી


આ વેશ છે, માનવીનો;

જેના અભિનયથી થાય છે સૌ દંગ. 

કોઈને મૂર્ખ તો કોઈ અતિજ્ઞાની, 

પોતાને મોટો 'I' સમજો છો સૌ.

ચાર દીવાલની વચ્ચે, 

દ્વિઘાથી રહો છો સૌ; 

પણ 'I' થઈ અભિનય ભજવો છો સૌ.

પ્રેમ, દ્વેષ, અહંમ થી;

ઘેરાવો છો અહીં,

પણ ,અનેક રંગો ભજવે છે સૌ.

પોતાની છબીમાં પોતે જ જનમકેદી;

પણ અરીસાની સામે 'I' રહે છે સૌ.


આ 'I' ને 'i' કરી જુઓ, 

આ વેશ માનવીનો;

અનુભવ કરશે સૌ.

                                 - Aakrutiba Mori


હું મોરી આકૃતિબા ખાતરી આપું છું કે ઉપરોક્ત રચના મારી સ્વરચિત છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.