Pages

રવિવાર, 27 ઑગસ્ટ, 2023

તમને હજી તકલીફ છે? - દેવીબેન વ્યાસ વસુધા


રચનાનું નામ - તમને હજી તકલીફ છે?

લેખકનું નામ- દેવીબેન વ્યાસ વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖➖


અળગા રહો શાને તમે? તમને હજી તકલીફ છે?

છેટાં રહો એ ના ગમે, તમને હજી તકલીફ છે?


ભીતર કરો સંગ્રહ નકામી વાતનો ખોટું જ એ,

ખુલ્લાં થઈ આવ્યાં અમે, તમને હજી તકલીફ છે?


છે લાગણી દિલમાં અમારી, તોય શું વાંકું પડ્યું?

છે વાત કોઈ આ સમે? તમને હજી તકલીફ છે?


ઉઘડો હવે આ દ્વાર છે જો પ્રેમ ભીનું એટલે,

અંતર થકી અંતર રમે, તમને હજી તકલીફ છે?


કાયમ કરો વિચાર કે સંબંધ છે દિલનો હજી,

સુંદર હ્રદય પળમાં નમે, તમને હજી તકલીફ છે?


સાથે હજી બેસી અને ગોષ્ઠિ કરી લઇએ તમામ,

કારણ વિના ખોટું ખમે! તમને હજી તકલીફ છે?


મંદિર ગણી પાવન કદમ પાડો કરો ના ભેદ બહુ,

પોકાર તો પોકળ શમે, તમને હજી તકલીફ છે?


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.