Pages

સોમવાર, 28 ઑગસ્ટ, 2023

સતત મન વિચારે - દિલીપ ધોળકિયા "શ્યામ"

લેખક : દિલીપ ધોળકિયા "શ્યામ"

રચનાનું નામ : સતત મન વિચારે

---------------------


સતત  મન  વિચારે  ભટકતું  રહે છે.

ઉદાસી  તણું  વૃક્ષ  પનપતું  રહે  છે.


રહ્યું સાથ મતલબ હતો ત્યાં સુધી તે,

કણાં  જેમ  હરપળ  ખટકતું  રહે છે.


હતાં જે સજાવ્યાં તમે આંખ ભીતર,

હૃદય  રોજ  સપના  ઝટકતું  રહે છે.


નિહાળી પ્રપંચો જગતના પછી બસ,

અકારણ નયન જળ છલકતું રહે છે.


બધાં  ભાનમાં  પણ રહે  છે નશામાં,

અહીં  કોણ  કોને  સમજતું  રહે છે?


હવે અવદશા આ  હશે કાયમી બસ,

જિગર ખોટી  આશે  લટકતું  રહે છે.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

   જૂનાગઢ


આથી બાંહેધરી આપું છું કે,મારી આ રચના મારી સ્વ રચીત છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.