રચનાનું નામ: આભાસી દુનિયા
લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'
જન્મ લીધો આ દુનિયામાં,
તો જીવવું પડશે મરવું પડશે..
આ આભાસી દુનિયા તમને,
નીત નવા રંગ દાખવશે..
🌺
કસીનોની દુનિયા મેં દીઠી,
વાસ્તવિકતાથી માઈલો દૂર..
આ આભાસી દુનિયા તમને,
અવનવા રંગ દાખવશે..
🌺
ઉડતી રકાબી જોતાં સૌને,
કુતૂહલ થાય મનમાં..
કઈ આભાસી દુનિયામાંથી!
કયા ગ્રહથી આવી હશે..
🌺
આતો વાત કહેવાય એવી,
આંધળો જુએ એક હાથીને,
પગ પકડે તો લાગે એને
થાંભલા જેવું કંઈ છે..
કાન પકડે તો લાગે સૂપડા જેવું પ્રાણી,
પેટ પકડે તો લાગે જાણે,
વિશાળકાય રસ્તો છે,
જેની જેવી સૂઝ,
એને થાય એવો આભાસ..
વિચાર મૌની શુભ શુભ વિચાર,
સૌને આપી બુદ્ધિ પ્રભુએ..
ઉપયોગ બુદ્ધિનો કરીએ,
જાતજાતને ભાતભાતની જાદુગરી!
આભાસમાંથી બહાર નીકળી,
સેવાભાવ થી સહજ જીવીએ..
શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,
'મૌની' વડોદરા
બાંહેધરી:- આથી હું મીનાક્ષી ત્રિવેદી ખાતરી આપું છું કે આ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.