Pages

ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023

આખરે - દેવીબેન વ્યાસ વસુધા


રચનાનું નામ - આખરે

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ વસુધા


મૂંગી કથા તારી હૃદયમાં ઘર કરી ગઈ આખરે.

ભૂલી પડેલી એ ફિજા, સાદર વળી ગઈ આખરે.


જોયાં કર્યુ અનિમેષ નયને, જ્યાં સુધી ચાલી ડગર,

ભીતર મળેલી એ રજા, નિર્ઝર ઝરી ગઈ આખરે.


દિલમાં દબાવીને વ્યથા, પણ લોક સામે ગાલ લાલ,

સપના જગાવીને મણા, મંતર ભણી ગઈ આખરે.


સેવેલ ઉમદા કામના, ત્રિશંકુની માફક હજી,

આકાશમાં એ અધવચાળે, કર ગ્રહી ગઈ આખરે.


ઉત્કટ મિલનની રોજ અભિલાષા ધરી શબરી સમી,

ને બોર ચાખ્યાં તે છતાં, અંતર રમી ગઈ આખરે. 


દૂરી હતી ત્યાં લાગણીની, તોય એને અવગણી,

હર માન્યતાઓ દિલથીયે, ઉપર ચણી ગઈ આખરે.


ને તોય ચાલે શ્વાસની દોરી હજી પકડી કડક,

આંખોં તણાં દ્વારે થઈ, સાગર ભરી ગઈ આખરે.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.