રચનાનું નામ: મન
લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"
મજબુત હૃદયની
પાછળ નાજુક દિલ
છૂપાયેલું છે.
નમેલી આંખોની
પાછળ અશ્રુઓની
ધારા છૂપાયેલી છે.
આ મગજ કેટલું
અસ્તવ્યસ્ત થાય,
જેની પાછળ લાગણી
જેવું મન છૂપાયેલું છે.
પણ લોકો અંદર ક્યાં
ઝાંકે છે. બહારનું
આવરણ જોઈને
વિચારો બદલી નાખે છે.
પણ તમારી માટે બધું
જ અંદર નું આબેહૂબ
બહાર આવે છે.
બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.