રચનાનું નામ - અખો અને વર્તમાન
લેખકનું નામ:- ભરત ભીખાભાઈ પ્રજાપતિ (સ્નેહી)
અખાના સમયમાં હતા જે ડખા
એના જવાબ આપતા'તા અખા.
આપણા સમયના ડખા છે જુદા,
આપો પ્રત્યુત્તર, બની તમે અખા.
મોં બોલી બેનને બનાવી દીધી'તી કંઠી
"સોની તો સોની પણું કરે"કહીને વંઠી
આજ ઘાટ કરતાં પણ વધે ઘડામણ,
તોય ક્યાં થાય કોઈને કશી અકળામણ?
"એક મૂરખને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ",
આજે સૌ નેતાને છે એવી ટેવ,મતદાર એટલા માને દેવ.
"ઊંડો કૂવો ફાટી બોક,શીખ્યું સાંભળ્યું સર્વે ફોક"
આજ લૂંટે છે વિદ્યાના ધામ,
સામે જઈ સાચું તો બોલો કોક?
"આંધળો સસરો તોય હતી સરંગટ વહુ "
આજ ભાળતો સસરો,નીરખે પાધરી વહુ.
"મોટાના બોલ હતા,ઉજ્જળ ખેડે ઢોલ"
આજ મોટાના બોલનો, નહિ કોઈ મોલ-તોલ.
લેખકનું નામ:- ભરત ભીખાભાઈ પ્રજાપતિ (સ્નેહી)
તા.09/09/2023.શનિવાર.
બાંહેધરી :- આથી હું, ભરત ભીખાભાઈ પ્રજાપતિ ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.