Pages

શનિવાર, 9 સપ્ટેમ્બર, 2023

ગજુ નથી - પ્રિયંકા કટારીયા સરગમ


રચનાનું નામ -  ગજુ નથી

લેખકનું નામ - પ્રિયંકા કટારીયા, સરગમ 


વ્યાપી છે જીવનમાં તારા વિના શૂન્યતા,

ખાલીપો એ ભરવાનું , મારું ગજુ નથી.


કાજળથી વધુ કાળાશ કપટની મન મહીં,

પાણીથી હાથ-મોં ધોવું, એ કંઈ વજુ નથી.


આંખો ઉંબરો ઓળંગી દોડે તારે સરનામે,

કેમ કરી કોઈ માને, ઇન્તજાર હજુ નથી.


છંદ,અલંકાર ને હો ભલે શબ્દોની રમઝટ,

લાગણીવિહીન કાવ્ય કદી ક્યાંય રજૂ નથી.


મહેનત અને ધીરજની પકડે જો આંગળી,

પરમેશ્વરથી ઊંચું,એને સિર કોઈ છજુ નથી.


✍️ સરગમ 



લેખકનું નામ:- પ્રિયંકા કટારીયા, સરગમ 


બાંહેધરી :- આથી હું, પ્રિયંકા કટારીયા, સરગમ  ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.