Pages

શનિવાર, 9 સપ્ટેમ્બર, 2023

ફ્લેટમાં ઘર - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

રચનાનું નામ - ફ્લેટમાં ઘર

કવિનું નામ - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"


ઓસરી,ના આંગણાંનું ફ્લેટમાં ઘર,

બંધ મળશે બારણાંનું ફલેટમાં ઘર.


હોય સૌના ઓરડાઓ નોખાનોખા,

કેમ લાગે આપણાનું ફ્લેટમાં ઘર?


ગામડેથી કોઇ જો મહેમાન આવે,

એને લાગે વામણાં નું ફ્લેટમાં ઘર.


એક થઇને બે જણા પણ રહી શકે નહિ,

એવું જોયું બે જણાનું ફ્લેટમાં ઘર.


હોડ, ફેશન હોય પૂરી દેખાદેખી, 

આંખમાં ખૂંચતા કણાંનું ફ્લેટમાં ઘર. 


કોણ બાજુમાં રહે છે કોણ જાણે!

હોય છે એવું ઘણાંનું ફ્લેટમાં ઘર.


આભ ધરતી કે નથી નાતો સૂરજનો,

ક્યાં મળે ખુલ્લાપણાંનું ફ્લેટમાં ઘર.


કવિનું નામ - ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"


બાંહેનરી - આથી હું, ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" ખાતરી આપું છું કે આ કવિતા (ગઝલ) મારું મૌલિક સર્જન છે. જો કોઇની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલા ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.