Pages

શનિવાર, 9 સપ્ટેમ્બર, 2023

ધરાની પથારી - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ:- ધરાની પથારી

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


 કરી પથારી ધરાની

 નભને હું ઓઢું છું.


લીલાછમ્ ઘાસ ના 

ગાલીચા પર હું પોઢું છું.


ડાળીઓ અહીં વિંઝણાથી 

શુદ્ધ હવા ફેલાવે છે.

ગુલાબ,મોગરો, ચમેલી 

મધુર સુગંધ વહાવે છે.


પંખીઓનો કલરવ રોજ

ગીત નવા સંભળાવે છે,

પૃથ્વી ના જીવજંતુઓ 

સાંકળ કરી સુવાડે છે.


નથી દીવાલ કે દરવાજા 

નથી અહીં ખંભાતી તાળું

નથી પંખા ને એરકન્ડીશન

નથી માથે ચિંતાનું જાળું.


 કરી પથારી ધરાની

નભને હું ઓઢું છું.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.