Pages

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023

અક્ષર - પ્રતાપ તુર "PVT"

રચનાનું નામ - "અક્ષર"


હું કહું ત્યાં ત્યાં તને બધાય લટકતા જજો

ક્યાંક તમે જાતેજ જરૂર, અટાકતા જજો


ન બનતા કોઈ ખોટે ખોટા વાકા ને ચૂકા

નહિ તો તમે, જીવ માંથી પણ ભુસતા જાશો 


થાતા નહિ ક્યાંય એમજ અડધે અડધા

ભાવ મળે તો ત્યા જરા તમે ભિસતા જાજો


થાજો એવા ઘટા, કે કાગળ માં સમાતા જજો

ન આવતા ઉપર ઉપસી ને, નહિ તો ઘસતા જશો  


કલમ માં કક્કો બની, તમે જાજુય ઘૂંટતા જજો 

બારખડી ની લાઈન માં તને સીધે સીધા જજો


ના ભટકતા ક્યાંય એકલા ખૂણે ખાચરે

નહિ તો તમે એકલા અંગૂઠા જેવા થાશો 


આજુ બાજુ ઉપર નીચે, સાચવી રાખજો હાથ-પગ

અડી જાય ના એ બિંદુડી, રાખજો આઘી પાઘ પર


ભલે આવડે નહિ મને બાળુડા ને કક્કોય કાચો 

તોય વિદ્યા થઈ ને ઓ અક્ષરો, મારી વરે થાજો

- PVT  


લેખક : પ્રતાપ તુર "PVT"


હું પ્રતાપ તુર બાંહેધરી આપું છું કે ઉપરોક્ત રચના સ્વરચિત છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.