Pages

રવિવાર, 24 સપ્ટેમ્બર, 2023

ભગવાનની પેટ છૂટી વાત - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચના:- ભગવાનની પેટ છૂટી વાત

લેખક:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


હું ઈશ્વર છું એની ના નહીં

પણ તમે કરોડો છો ને હું એક 

છું ભલે તમે એકે હજારા કહો.


મારે આરામમાં રહેવું હોય

પણ તમે ક્યાં રહેવા દો છો ?


મંગળા આરતી કરવી હોય

એટલે મને વાઘા પહેરાવીને

બાબલાની જેમ તૈયાર કરો. 


છપ્પન ભોગ મને ધરાવો 

છો ને આરોગવા પતિ ને,

જો ડાયાબિટીસ થાય તો

આપણો છપ્પન ભોગ બંધ.


લગ્ન નથી થતાં તો

 મંગળફેરા ની બાધા,

સંતાન નથી તો ઘોડિયા

ની બાધા. નોકરી ને

છોકરી માટે પણ બાધા.


માબાપ માટે નહી પણ

મિલકત માટે બાધા.


કોઈને બજાર ઊંચું લઈ

જવું છે તો એની બાધા.


મંદિરમાં ઘંટારવ કરી

મારા કાન કોતરી નાખ્યા.


  કામ ન થાય તો શ્રદ્ધા ઘટે,

  થઈ જાય તો મહાભોગ! 


વરસાદ નથી તો યજ્ઞ 

આકાશ ખાબકે છે તો ખમ્મા. 


પણ સાચું કહું હું કાઈ જ કરતો નથી,

તમારું કામ થઈ જશે એવુ કહેનારા મારા કોઈ

  કમિશન એજન્ટો નથી.

                     

તમને સ્વર્ગ જેવી લીલીછમ

પૃથ્વી આપી વસવાટ માટે 

  એને કરી તમે રાખ એમાં મારો શું વાંક?

                         

                                     

 તમે આજ સુધી ઘણી પ્રાર્થનાઓ કરી

પણ આજે , હું તમને એક પ્રાર્થના કરું છું

કોઈ માંગણી ન હોય તો જ... આવજો.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.