લેખક: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'
શીર્ષક: તારી મારી એક વ્યથા..
ધરતી તપે અતિશય જ્યારે,
ત્રાહિમામ સૌ થાય ત્યારે..
સરખામણી નહીં કરું હું મેઘા,
તારી મારી એક વ્યથા..
અમે ધરતી પુત્રો દોડીએ,
બસ, એક આશાએ..
ચાસ પાડીએ ને ખેતર ખેડીએ,
તારે માટે પ્રાર્થના કરીએ..
મેઘા તું વરસજે મન મૂકીને!
લસલસતો પાક ઉગાડજે..
બે પાંદડે તું કરજે અમને,
તારી મારી એક વ્યથા..
મેઘને તો વરસવું છે!
ચિંતા સૌની દૂર કરવી છે..
પણ,
પવનદેવ બહુ સતાવે વચ્ચે,
વરસતા પહેલા વંટોળ લાવે..
પ્રસૂતિ પીડા જેમ લાગે,
પ્રથમ મેઘની વ્યથા એ છે..
છતાંયે,
ધરાને પાવન કરવા
ધરતીની ગોદમાં આળોટવા!
વરસે છે મુશળધાર..
પ્રથમ મેઘની વ્યથા એ છે..
ક્યારેક ગાજી ગાજીને,તો
ક્યારેક ટપ ટપ કરતો વરસે..
બારે મેઘ ખાંગા કરે
નદી નાળાં ભરપૂર કરે,
વરસે...એ બસ વરસ્યા કરે..
એક ધારા આંસુ સરતા લાગે..
લીલીછમ ચાદર ઓઢી
ધરાને તૃપ્તિ થાતી..
સરખામણી નહીં કરું મેઘા,
તારી મારી એક વ્યથા..
શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,
'મૌની' વડોદરા
બાંહેધરી: હું ખાતરી આપુ છું કે ઉપરોક્ત રચના મારું મૌલિક સર્જન છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.