રચનાનું નામ: તું એને જોજે, હવે તારે ભરોસે
લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'
સફાઈ આજ ઘરની કરતાં,
સાસુમાની મળી ડાયરી..
હરિવરને લખેલો અધૂરો કાગળ,
વાંચતા અશ્રુ વહેવા લાગ્યા..
વિનંતી કરે એ હરિવરને,
જીવન મારું સમાપ્તિ ને આરે..
દિકરો મારો પાંચ વરસનો,
તું એને જોજે..હવે તારે ભરોસે..
કોડ મને ઘણા ભણાવવાના,
ડોક્ટર બનશે ને કરશે દવા..પણ
આ રોગ હવે જીવ લઈને રહેશે,
તું એને જોજે..હવે તારે ભરોસે..
નથી પપ્પા કે નથી સગાંવહાલા,
કોણ કરશે દરકાર એની..!
જીવ મારો ગભરાય હવે,
તું એને જોજે..હવે તારે ભરોસે..
🌹
આગળ શબ્દ ના લખી શક્યા!
શાંત થયો હશે આત્મા એમનો..
સાસુમા બિચારા તડપ્યા હશે,
કોને કહેવાય વાત મનની..!
સામે મોત નાચે! નાનું બાળ રોવે!
કેવી હશે એ ઘડી હરિવર..!
સાસુમાને મેં જોયા નથી,
પણ, પ્રીતનો એ દરિયો..
ચરણસ્પર્શ કરું સાસુમાને..
✍🏼શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,
'મૌની' વડોદરા
બાંહેધરી:ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.