પરિવર્તન - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

પરિવર્તન - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: પરિવર્તન

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


સમો બદલાઇ રહ્યો છે

સાથે માણસ પણ બદલાયો, 

 એની વસ્તુઓ પણ

સાથે સાથે બદલાવા લાગી .


અડધી ચડ્ડી ને ટી શર્ટ

સાથે સ્પોર્ટ્સ શૂઝમાં 

દોડતો,આજે ઝભ્ભો 

લેંઘો ને ચપ્પલ સાથે

ચાલવા લાગ્યો છે.


જમણે હાથે કોટ, ડાબે હાથે બેગ,માથે ગોગલ્સ સાથે, 

હડબડ કરી "ઓડી" માં બેસતો,

આજે બંને હાથમાં શાકની

થેલી,દવાના પડીકા સાથે

બસ પકડવા દોડે છે,ન મળી

તો નિસાસા નાખે છે.


રોજ જમવા માટે બહાર

જવાનું,સાથે હોય કોઈ ફટાકડી, વટથી ટીપ આપી

સિગારેટની ફૂક મારી,બાજુ

વાળી ને આપી દેવી.

આજે થાળીમાં જે આપ્યું તે

ચૂપચાપ જમી લઈને, ધાણાની દાળ ખાઈને

 પતાવી દે છે.


શનિવારે સેક્રેટરી ને લઈને

લોનાવલા જઈને સોમવારે સીધા ઓફિસમાં.

આજે છોકરાઓને 

લઈને બગીચામાં જઈને

કોઈકને પરાણે ઊભા રાખી પોતાની મોટાઈ કરવાની તક છોડતા નથી.



ટીવીમાં અંગ્રેજી પિક્ચર અને

ન્યૂઝ સિવાય કાંઈ જોયું નથી,આજે ધાર્મિક ચેનલ

 જોઈને તાળીઓ પાડી

પાડી આનંદ મેળવે છે.


પલંગની બાજુમાં મેગેઝિન 

અને પેપરનો ઢગલો, ૫૫૫

સિગારેટનું પાકીટ,

સાથે રંગીન પાણીને ચકણું, આજે

બીપી,ડાયાબિટીસના મશીનો 

સાથે દવાની બોટલો અને ગીતા સાથે હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી 

 દેખાય માથાની બાજુમાં.


હા હવે લાગ્યું

સમો બદલાયો,

માણસ બદલાયો

સાથે ઘણું ઘણું 

બદલાયું.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...