Pages

શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

વગર વાયરે - ઘનશ્યામ વ્યાસ શ્યામ

રચનાનું નામ:- વગર વાયરે

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ શ્યામ


 વગર વાયરે હું તો

           થરથરવા લાગી,

ને થાકોડો ભરાયો

              મારા શ્વાસમાં,


અણસાર આવ્યો

         તારા આગમનનો

વાટલડી જોઈ ઊભી

             ઉપર વાસમાં.


પાંપણ પાંખે

           બાંધ્યો હિંડોળો

કાને રાખ્યો ઝાલી,

        જોયો હિંડોળે ઝૂલતો

 હૈયે હેત ગયું વ્યાપી.

               


ઘૂઘવતા સાગરે જો

         ઉભરાશે લાગણી

તો પ્રીતમ પાસે 

             કરીશ માગણી.


યમુનાની પાળે

             વાંસળીને નાદે 

ખુશી થાય મનમાં

          બસ સમાઈ જાઉં 

શ્યામ તારા તનમાં. 

  

બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.