Pages

શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

જીવ અને આત્મા - વંદના દવે જુનાગઢ

લેખિકા:- વંદના દવે જુનાગઢ

લેખ:- જીવ અને આત્મા

++++++++++++++++


     વ્યક્તિની સાથે ગાઢ પ્રચૂર રીતે સંકળાયેલ હોય તો તે જીવ અને આત્મા છે. ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કે જીવ એ આત્મા છે, પણ આ વાત તદ્દન ખોટી છે.

     વ્યક્તિ જ્યારે રાત્રે ગાઢ નિંદ્રામાં પોઢી જાય છે એ સમયે એનો જીવ ક્યાંનો ક્યાં નીકળી જાય છે, ઘણી જગ્યાએ ફરી આવે છે, એની સાબિતી એ છે કે આપણે અદિઠ જગ્યા કે કોઈ સુંદર સ્થળનું વર્ણન સવારે ઘરમાં કરીએ છીએ.

આત્મા ત્યાં જ હોય છે. વ્યક્તિ સૂતી હોય, તેને માથામાં ખંજવાળ આવે છે કે ઠંડી લાગે ગરમી લાગે ત્યારે વ્યક્તિ પોતાના ઈલાજના ઉપચાર માટે જે પ્રક્રિયા કરે છે.

એના માટે કોઈ અંદરથી સંદેશ આપે -આ પ્રેરણા કોણ આપે છે?

     બસ એ આત્મા છે.

આત્મા શરીર સાથે જકડાયેલો છે. કદી મૃત્યુ પામતો નથી, યમ જીવ લઈ જશે પણ આત્મા નહીં.

ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે- "આત્મા અમર છે તેનો કદી નાશ થતો નથી તે બળતો નથી."

ગાંધીજીએ પણ એક સુંદર વિચાર આપેલો -"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે".

આત્માનો ખોરાક એટલે પ્રાર્થના , જીવનો ખોરાક છે એવું નથી કહ્યું.

ખોરાક એટલે આધ્યાત્મિકતા, પ્રાર્થના ,સ્તુતિ મંત્રો આ આત્માના ખોરાક છે. તેના વડે જ વ્યક્તિનું સાચું દર્શન થાય છે, આમ જોઈ તો આત્માનું જ્ઞાન થવું અઘરું છે.

યોગીઓ ધ્યાન વડે યોગ વડે તેના શરીરમાં રહેલા જીવ અને આત્મા બંનેને ઓળખી લે છે. સાચું દર્શન થાય છે, જે વ્યક્તિ આત્માને ઓળખે છે તેને જીવનની કોઈ બાબત સ્પર્શ કરી શકતી નથી. પરબ્રહ્મ ની પ્રાપ્તિ થઈ છે.

આમ જીવ અને આત્મા બંને અલગ છે બંને ભિન્ન બાબત છે. જીવ દરેક સ્થળે જઈ શકે છે, આત્મા શરીર સાથે જકડાયેલ છે.

ગોવિંદ દામોદર સ્તોત્રમાં પણ કહે છે કે હે કૃષ્ણ જ્યારે યમ જીવને શરીરમાંથી લઈ જાય ત્યારે તારું સ્મરણ રહે-

  त्वामेव याचे मम देहि जिह्वे

 , समागते दण्डधरे कृतान्ते।

  वक्तव्यमेवं मधरं सुभ्क्त्व ।

गोविंद दामोदर माधवेति।।

  આ શ્ર્લોક માં પણ આત્માની વાત નથી જીવની વાત છે.

    આમ ,આત્મા અને જીવ બંને અલગ છે. જીવને જમડો લઈ જઈ શકે છે આત્માને નહીં.

      શ્રુતિમાં પણ કહ્યું છે આત્મા સર્વને વશ રાખનાર છે ,આખા શરીરનો અધિપતિ છે ,અને સર્વ જગત પર શાસન કરે છે.

   અસ્તુ.

    બાંહેધરી-આ લેખ મારો મારી કલમે લખેલો છે . મારા પોતાના વ્યક્તિગત વિચારો છે જે એમાં કંડારેલ છે. ✍️✍️✍️ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.