રચનાનું નામ:- સ્વયં સાથે તકરાર
લેખકનું નામ :- ભરત ભીખાભાઈ પ્રજાપતિ "સ્નેહી"
પ્રકાર :- અછાંદસ
શીર્ષક:- "સદીનું અણમોલ રતન "
⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆
સૂર્યસમ ચમકતો એ ચાંદ ને પણ અજવળતો,
તારલાઓ કંઈક ચમકાવતો, જગને અજવળતો.
ભારતનો પનોતો એ, સંસ્કૃતિનો રખેવાળ
વિશ્વનો ચાહક એ, વિશ્વ શાંતિનો જુવાળ.
નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી, હીરાબાનો સપૂત,
આજ મનાવે જન્મ દિન, કૃતજ્ઞતાથી જનજન.
જય હો માનવધર્મ તણો , એ જ એની કામના,
ના એ સંકુચિત ધર્મ પ્રણેતા, એક સનાતન ભાવના.
વાહક એ વિચારનો, જે ચિંતવ્યા જગદગુરુએ,
લઈ વિશ્વ ગ્રંથ ગીતા ,બનતો સારથી વિશ્વનો.
ના ઘર એનું, ના સ્વજન મોહ, ના મમત્વ
વસુધૈવ કુટુમ્બકમ, ભાવના એની સમત્વ.
વડનગરનો વડલો આજે વ્યાપ્યો વિશ્વ સકલ,
વડવાઈ વિસ્તરી એની,G 20 થકી સફલ.
આજ જન્મ દિને એના, શું પ્રાર્થું વિશ્વનાથ પાસે?
તપ્ત, ત્રસ્ત વિશ્વ આજ,શાંતિ પ્રાર્થે એની પાસે.
ઈશ્વર કૃપાએ મળ્યું રત્ન, આ સદીનું અણમોલ,
હે જગત! અંગત સ્વાર્થના ત્રાજવે,ના તું એને તોલ.
ભરત ભીખાભાઈ પ્રજાપતિ ( સ્નેહી)
તા.17/09/2023.રવિવાર
લેખકનું નામ :- ભરત ભીખાભાઈ પ્રજાપતિ"સ્નેહી"
બાંહેધરી :- આથી હુ ભરત ભીખાભાઈ પ્રજાપતિ "સ્નેહી" ખાતરી આપુ છું કે આ રચના મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.