ચાલને પ્રીતમ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2023

ચાલને પ્રીતમ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'

રચનાનું નામ: ચાલને પ્રીતમ

લેખક: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' 


શ્રાવણના આ સરવરિયાં,

ઘડીક વરસે ઘડીક વાદળિયાં..

છત્રી ને રેનકોટ મૂકીને નોખાં,

પિયુ સંગ ચાલી માણવા..


વાદળમાંથી વરસતા,

વરસાદના હળવા ટપકાં,

શરીર ઉપર પ્રસરતા

લાગે મોહક મદમાતાં..


શ્રાવણના આ ફોરાં,

પ્રકૃતિ સંગ બલખાતા..

હરિયાળી ધરતી સજાવતા,

મનને શાતા આપતા..


નાની નાની બૂંદ વરસાદની

હીરા મોતી સમ લાગે..

ચાલને પ્રીતમ ચાલ!

પાણીના ટીપે ઘાસમાં જઈએ..


મયુર બનીને પ્રકૃતિ સંગ,

મનભરીને નાચીએ..

ચાલને પ્રીતમ ચાલ હવે,

પાણીના ટીપે ઘાસમાં જઈએ..


વરસાદની આ બુંદ જોને, 

રોમાંચ કેવો કરાવે..!

અંગ અંગ ઝણઝણી ઉઠે,

ચાલ પ્રિયવર,

આ પાણીના ટીપે ઘાસમાં જઇએ..


*✍️ હું શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' બાંહેધરી આપુ છું કે ઉપરોક્ત  રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે.* 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...