હાઈકુ- ઘનશ્યામ વ્યાસ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 5 સપ્ટેમ્બર, 2023

હાઈકુ- ઘનશ્યામ વ્યાસ

 રચના નામે

હાઈકુ રચનાર

છે ઘનશ્યામ



હું કોને કોને

કરું નમન બધા

જ ગુરૂ મળ્યા.


પક્ષીનો માળો 

રૂમ રસોડું નહી

તો યે સંતોષી.


અને માણસ

રૂમ રસોડા સાથે

વિઘ્નસંતોષી.


મૂકી જાઉં છું

બધાને નિશાળે તો

હું ભણી શકું ?


તમારે દિન

અમારે રાત કેમ

કરાય વાત.


ચાંદ જોવો છે

આવા અંધકારમાં

ઘૂંઘટ ખોલ.


તિરંગા રંગે

રંગાયા દેશપ્રેમી

અભિનંદન.


વાદળ ફાટ્યું

વરસાદની  હેલી

ગામ તણાયું.


કેવા સુંદર

પડે ગાલે ખંજન

રડો છો ત્યારે.


હસતા નહી

લપસી પડશે આ

ખંજન ખાડે. 


બાંહેધરી છે

મૌલિક સર્જન છે

ઘનશ્યામનું.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...