જન્માષ્ટમી એ
જન્મ્યા લાલાજી
દેવકીનાં ખોળે તે,
ચઢ્યા ટોકરી
કરી રે રક્ષા.
જશોદા નંદ
આનંદ કરે
લાલન પાલને રે,
પામ્યાં લાડ તે
માખણ ચોર!
રાસ રચાયો
વૃદાવનમાં
કાન ગોપીનાં પ્રેમે
રાધા રમણી
વસે હૃદયે!
કંશ વધનો
રંજ ન કર્યો
માત તાતને કર્યા
ઋણે મુક્ત ને,
પામ્યાં તે સુખ.
શીખો લલન
પાસે જીવન
જીવવું સહૃદયી
બનો જગના
તારણ હાર!
જયશ્રી પટેલ
૭/૯/૨૩
*આ મારી મૌલિક રચના છે*
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.