જીવનનો રણકાર - ડૉ. ઉષા જાદવ"શ્યામા" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 10 સપ્ટેમ્બર, 2023

જીવનનો રણકાર - ડૉ. ઉષા જાદવ"શ્યામા"

નામ:- ડૉ. ઉષા જાદવ"શ્યામા"

વિભાગ:- ગદ્ય (માઇક્રોફિક્શન)

શીર્ષક:-  જીવનનો રણકાર


જીવનમાં ક્યારે વિકટ પરિસ્થિતિ આવીને ઉભી રહે એ કોઈ નથી જાણતું.એક સમયે ઊછળતી કૂદતી ઋચા હવે શાંત રહેવા લાગી હતી.એ ઘટનાને આજે ઘણો સમય વિતી ગયો હતો, ઋચા હવે એની રોજિંદી જિંદગીમાં આગળ વધી રહી હતી. આમ બધું બરાબર ચાલતું હતું, બસ વધારે કાંઈ નહી ફેર એટલો જ પડયો હતો; એ દિવસ પછી રંગોથી એ દુર રહેવા લાગી, એની બોલવાની અને ચાલવાની ઢબ બદલાઈ ગઈ હતી. ઉછળતા રંગો સાથેનો નાતો તૂટી ગયો હતો. કહેવાય છે ને કોઈના વગર કંઈ અટકતું નથી, પણ હા એ સમય, એ ઉંમર સ્થગિત જરૂર થઇ જાય છે. ઋચા આગળ વધી રહી હતી પણ તન્મયનાં ગયા પછી એના જીવનના રંગો પણ જાણે સ્થગિત થઈ ગયા હતા. 

શ્વેત વસ્ત્રોમાં ઋચા પોતાની જાતને સમેટીને રસ્તા પર ચાલી જતી હતી. આજ ઓફિસ પહોંચવાની ઉતાવળ હતી એને, ત્યાં જ એનો રસ્તો રોકાઈ ગયો, અને એ થોભી ગઈ, માનો જાણે શૂન્યાવકાશ સર્જાયો. એક અકસ્માત અદ્ભુત રીતે ઘડાયો.ૠચા એ પાપણ ઉંચકીને જોયું તો એક ચહેરો જે અનિચ્છાએ ભૂલાયો હતો..એક યુવક હાથમાં પાયલ ધરીને ઊભો... એ રુચિત હતો. જે પાયલ રુચિતે વર્ષો પહેલા ૠચા ના પગ માટે જ ખરીદી હતી..રસ્તા વચ્ચે ઢીંચણથી બેસીને રુચિતે એક જ વાત કરી શું તું મારા જીવનનો રણકાર બનીશ? અસમંજસ આ વેળા એ કંઈ વિચાર કર્યા વગર રુચિત ના આ સવાલનાં જવાબમાં ઋચાએ પગ આગળ ધર્યો ને રુચિતે એનાં પગમાં એ પાયલ પહેરાવી,જે પાયલ પણ એ પગ માટે જ બની હતી, કદાચ એના લીધે જ ૠચાનાં જીવનમાં એક ઘટના બની હશે?


- ડૉ.ઉષા જાદવ 'શ્યામા'


હું ડૉ.ઉષા જાદવ "શ્યામા" એવી બાહેંધરી આપું છું કે મારી આ રચના સ્વરચિત અને અપ્રકાશિત છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...