રચનાનું નામ - ઈમાનદારી
લેખકનું નામ:- ભરત ભીખાભાઈ પ્રજાપતિ (સ્નેહી)
✒️રચના....
નિભાવી લીધી તેં ખુબ જવાબદારી
પણ શું નિભાવી તેં "ઈમાનદારી"?
જીવનમાં નથી બતાવી તેં કદી લાચારી,
પણ શું જીવ્યો ખરેખર તું ખુદ્દારી?
દાખવે છે ઘણા,ઘણી દિલદારી ,
પણ ક્યાં બતાવે છે સમજદારી ?
ભલે કરી ન હોય તે,કોઇની સાથે ગદ્દારી,
પણ બતાવ તું હંમેશા, સૌ ની સાથે વફાદારી.
"સ્નેહી"જીવનનો ખુબ સાદો હિસાબ છે,
ઈશ્વર જુએ છે ફકત, માનવની"ઈમાનદારી"!
ભરત ભીખાભાઈ પ્રજાપતિ (સ્નેહી)
લેખકનું નામ:- ભરત ભીખાભાઈ પ્રજાપતિ (સ્નેહી)
બાંહેધરી :- આથી હું, ' ભરત પ્રજાપતિ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.