જન્મદિવસની શુભેચ્છાઓ મોદીજી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 10 સપ્ટેમ્બર, 2023

જન્મદિવસની શુભેચ્છાઓ મોદીજી


રચનાનું નામ - જન્મદિવસની શુભેચ્છાઓ.

લેખકનું નામ-દેવીબેન વ્યાસ-વસુધા


*નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સહ*


જિંદગી જેની ખરેખર આગવો ઉપન્યાસ છે.

દેશ માટે ભેખ જેનો સર્જતો ઇતિહાસ છે.


જાતની પરવા વગર જે કાર્યથી ના થાકતાં,

તેજ હીરાબા તણું સાર્થક અલૌકિક પ્રાસ છે.


ને પ્રણાલી જેમની આબાદ કરતી દેશને,

દેશમાં ભરપેટ આજે થઇ રહ્યો વિકાસ છે.


સ્વપ્ન જેનું શ્રેષ્ઠતમ, આકાશને પણ આંબતું,

ઉજ્જવળ એ ભાવિને પણ લઇ જતાં અવકાશ છે.


પૂર્ણતમ જેનો સમય અર્પણ કરીને દેશને,

વિશ્વમાં આજેય ચર્ચા જેમની ચોપાસ છે. 


દેશને વિખ્યાત કરવાં વિશ્વમાં દોડે સતત,

દેશનો ડંકો વગાડીને જગે પ્રસરાવતાં સુવાસ છે.


ધન્ય હો એ દેશના ઝળહળ પનોતા પુત્રને,

જે નરેન્દ્ર નામ ધારી, જન્મદિન પર ખાસ છે.  


એ પ્રભાવી રત્ન પર અભિમાન આખા દેશને,

શ્રેષ્ઠ ગૌરવપૂર્ણ ગાથા, ભવ્ય એ વિશ્વાસ છે.


એ મહામાનવ બનીને, જન્મ લીધો ગર્વપૂર્ણ,

એ ગરિમાને કરું વંદન સદા એ આશ છે.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

9979475137

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 



અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...