ઘર - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 10 સપ્ટેમ્બર, 2023

ઘર - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

કવિતાનું નામ / ઘર (ગઝલ) 

કવિનું નામ - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"


તળની મજબૂતાઇ પર બંધાય છે ઘર,

કેટલી મહેનત પછી સર્જાય છે ઘર.


સ્નેહ ઝરતી લાગણી વિશ્વાસ જેવા,

સાવ કોમળ તાંતણે સીંચાય છે ઘર.


ભીંત મોટી થઇને પોતાનું જ ધારે,

તો ગમે ત્યારે કડડભૂસ થાય છે ઘર.


કેમ કહેવું કે સમજદારી વધી છે,

નાની નાની વાતમાં વીખરાય છે ઘર.


રાગ જો એક જ હશે વાંધો ન આવે,

રોજ નોખું ગાન છોને ગાય છે ઘર.


ઢાંકપિછોડો નહીં ચાલે વધારે,

વાતમાંને વાતમાં વરતાય છે ઘર.


એ ભલેને ઝૂપડામાં હોય તો પણ,

બાળપણનું ના કદી વીસરાય છે ઘર.


લાગતું ફેશન વધી છે એમ જાણે,

હોય વસ્ત્રો એમ લ્યો બદલાય છે ઘર.


ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"


આથી હું, ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઇની નકલ પૂરવાર થશે તો કાનુની પગલા ભરવાનો આપનો અધિકાર છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...