રચનાનું નામ:- કાનો ક્યાં મળે ?
લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ
કાના તું બોલાવે મુજને
આવું તો કેવી રીતે આવું?
ગોકુળ મથુરા,વૃંદાવન
ક્યાં મળે મને આનંદવન ?
આવું તો કેવી રીતે આવું?
રાત્રે લાગે જંગલનો ડર
દિવસે તારા લોકોનો ડર
આવું તો કેવી રીતે આવું?
ગોપીઓ સંગ શરમ લાગે
એકલીને તું માર્ગ ભુલાવે
આવું તો કેવી રીતે આવું?
ધીરે ચાલુ તો કમર લચકે
ઝટ ચાલુ તો પગ મચકે
આવું તો કેવી રીતે આવું?
શ્યામ તને વિનતી કરે
તું જ આવને મારે ઘરે.
બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.