કુદરત - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023

કુદરત - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: કુદરત

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


હું ફરવા નીકળ્યો છું

હું રખડવા નીકળ્યો છું.


ચશ્મા વગરની આખોંથી

કુદરતને ખોળે, કુદરતની

આંખોથી  નજારો જોવા નીકળ્યો છું.


હું રમવા નીકળ્યો છું.

કુદરત જોવા નીકળ્યો છું.


આ વરંડાની બારે અંજીરને ઝાડે ચકલી,ખિસકોલીને

તૃપ્ત થતાં જોઈ આંખોની

 ઠંડક ઠારવા નીકળ્યો છું.


આ ઘોર જંગલની ઝાડીમાં

  પાંદડાઓને ડાળી સાથે

વડવાઈ ની વડ સાથે

 ગુપ્તગુ જોવા નીકળ્યો છું.


આ ઘેઘુર વડની ડાળીઓમાં 

પક્ષીઓના માળામાં પક્ષીઓના કલરવને 

સમજવા નીકળ્યો છું,


હું ફરવા નીકળ્યો છું.

હું રખડવા નીકળ્યો છું.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...