રચનાનું નામ - સ્મરણ કુસુમ
લેખકનું નામ: નેન્સી અગ્રાવત
પ્રકાર :ગઝલ
આવશે સમય તો, આપીશું જવાબ,
બાકી, સ્મરણ કુસુમની કળીઓ હજુ ખીલી નથી.
વાળેલી એ ચિઠ્ઠીને હજુ વાંચી નથી,
ભીંજાયેલી હવામાં એ હજુ ભીંજાઇ નથી,
ના માં 'હા' કહેવાની એની આદત હજુ છુટી નથી.
ભાન ભુલાવે એ શમણી સાંજ હજુ ખીલી નથી.
આવશે સમય તો, આપીશું જવાબ,
બાકી,સ્મરણ કુસુમની કળીઓ હજુ ખીલી નથી.
મળીને વિખૂટું પડવું આજે જમાનામાં કંઈ નવું નથી,
વાદળના ગરજવા સાથે વાદલડીનું વરસવું સહેલું નથી
તો' યે રહે મનમાં સંતાપ તો જવાબ હજુ શોધ્યો નથી,
બાકી,સ્મરણ કુસુમની કળીઓ હજુ ખીલી નથી.
લેખકનું નામ:- નેન્સી અગ્રાવત
બાંહેધરી :- આથી હું, ' નેન્સી અગ્રાવત ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.