મુખવટો - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023

મુખવટો - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'

રચનાનું નામ: મુખવટો

લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'



રે.....રે.... માનવ

પળે પળે..ઘડીએ ઘડીએ..

આબાલવૃદ્ધ સૌએ.

મુખવટો પહેરી જીવવું પડે..


કોરી ખાતી ચિંતા ગહન,

જબાન થઈ જાય બંધ..

ઉપર કંઈક અને અંદર કંઈક!

મુખડુ અલગ અને માંયલો અલગ..


ભાગદોડ ભરી જિંદગીમાં,

વર્ચસ્વ સ્થાપિત કરવા..

ખોટો દંભ દેખાડો કરવા,

મુખવટો બદલ્યા કરે..


ગાલે તમાચો મારી,

લાલ મોઢું રાખે..

નયનમાં હોય અશ્રુ ને

હસતું મોઢું બતાવે..


જીવનની આ સફર માં, 

સવાર બપોર સાંજ..

મુખવટો બદલી

ફરતો જીવતો માનવ..!

આ જ સચ્ચાઈ,

માનવ........તારી

 ✍🏼શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી, 

'મૌની' વડોદરા


બાંહેધરી: ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...