મુરખાનો સરદાર લાગ્યો - ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023

મુરખાનો સરદાર લાગ્યો - ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"

કવિતાનું નામ - મુરખાનો સરદાર લાગ્યો

કવિનું નામ - ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"


ઘણાને ઘણો હું સમજદાર લાગ્યો, 

ઘણાંને હું મુરખાનો સરદાર લાગ્યો.*


સહજતાથી વ્યવહાર કરનાર લાગ્યો,

ઘણાંને હું મોટો અદાકાર લાગ્યો.


લીલોછમ અને ભાવ ભીનો મળ્યો ક્યાંક,

વળી ક્યાંક હું સાવ ભેંકાર લાગ્યો.


ઘણાં માટે હળવો રહ્યો ફૂલ જેવો,

ઘણાંને હું કાયમ નર્યો ભાર લાગ્યો.


કમી ક્યાંય રાખી નથી ચાહવામાં,

છતાં ક્યાંક સાચો ન દિલદાર લાગ્યો.


મને બાપજી,બાપુ,ભગવાન માન્યો,

મને હું તો માનવનો અવતાર લાગ્યો.


જગતમાં થયેલા મારા આકલનથી,

નથી પૂર્ણ રીતે વિગતવાર લાગ્યો.


મને મેં જ ખોળ્યો બધાથી અલગ થઇ,

નર્યો ચેતનાનો જ વિસ્તાર લાગ્યો.


મને છોડી દીધો બધાએ,ન મોતે,

મને મારા પર મોતનો પ્યાર લાગ્યો.


મનહરલાલ ચોકસીની ગઝલ પરથી*


ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"


આથી હું ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

બાહેધરી આપું છું કે આ રચના મારી પોતાની મૌલિક રચના આવી છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...