રચનાનું નામ:- ગણેશ ચતુર્થી ખાસ
લેખકનું નામ :- ભરત ભીખાભાઈ પ્રજાપતિ "સ્નેહી"
પ્રકાર :- અછાંદસ
શીર્ષક:- "ગણેશ વંદના"
⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆
ગજાનન છે સાચો
એ ગણનાયક અમારો,
ક્ષત બુધ્ધિ હો ભલે પણ,
જીવનમાં પૂર્ણ શ્રદ્ધા જરૂરી.
આંખ નાની હોય ભલે અમારી,
રહે આપ સમી દીર્ઘ દૃષ્ટિ અમારી.
લંબકર્ણ સમજાવે,તમે સાંભળો સૌનું,
રાખો આગવી વિચારસરણી સ્વયંની.
લાંબીફાંદ કહે,તમે બનો ગુણગ્રહી,
સૌ સાથે નિભાવો દિલદારી.
હોય દુર્ગુણની જાળ મોટી,
એ કાપે મૂષક સવારી.
એ જ બોધ આપે છે,
આ ગણેશચતુર્થી.
તા.19/09/2023.મંગળવાર
લેખકનું નામ :- ભરત ભીખાભાઈ પ્રજાપતિ"સ્નેહી"
બાંહેધરી :- આથી હુ ભરત ભીખાભાઈ પ્રજાપતિ "સ્નેહી" ખાતરી આપુ છું કે આ રચના મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.