રચનાનું નામ :- ગણેશ ચતુર્થી ખાસ
લેખિકાનું નામ:- વંદના દવે
પ્રકાર :- પદ્ય (અછંદાસ)
શીર્ષક:- ગજાનન
'ગજાનન '
પ્રથમ શારદાને કરું પ્રણામ,
આરંભુ ગુણલા ગાવા ગણપત.
થાજે સહાય કલમ પર શારદા,
ગાઉ પ્રીતથી સ્તુતિ, કરું વંદના.
શંભુ સુત છે પ્યારો ગૌરી નંદન લાડલો,
હરી હર પૂજે તુજને લડાવે અનેરા લાડ.
અવની પર પધાર્યા રિદ્ધિ- સિદ્ધિના સ્વામી,
ઘેર ઘેર થાય સ્વાગત ફુલડાના હાર પે'રાવી.
રંગોળી કરી આંગણ પૂર્યાં અનેરા રંગ,
ઉંબર કર્યા સાથીયા તોરણે સજ્યાં દ્વાર.
અંતરથી લઈ ઓવારણ ધરું પકવાન,
મંત્રમુગ્ધ થઈ ઘેલી બની
જોયા જગ હિતાય.
ભાણ સમ તેજ અનેરું તેજસ્વી ગણનાયક,
બાળ ગાય તારા ભોળુંડા ભાવ થકી ગુણલા.
તાપ - પાપ-દોષ થી કરજે મુક્તમુક્તિ દાયક,
થઈ રાજી કર મુકી મસ્તકે દેજે આશિષ!!!
વંદના દવે જુનાગઢ✍️
બાંહેધરી:-હું વંદના દવે ખાતરી આપું છું કે આ મારી મૌલિક રચના છે જો એ કોપીની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
તા.:-૧૯-૯-૨૦૨૩
મંગળવાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.