હળવેથી હૈયાંના બારણે
ટકોરા કોઈ મારી ગયું ,
સૂતેલી ઊર્મિના તાર
ઝણઝણાવી ગયું.
પાંપણે હર્ષનાં આંસુનું
તોરણ રચાય ગયું ,
અમીનજરે મુજને નિહાળી
મૌન તાંતણે બાંધી ગયું.
શબ્દભાવ વિશ્વમાં
અશબ્દ વિસ્તરતું,
સંવેદન સંવાદનું
મેઘધનુષ રચાય ગયું.
સ્નેહ ઉદધિએ
ઉઠતી લહેર સંગે ,
ઓચિંતુ કોઇ આવીને
નખશિખ ભીંજવી ગયું.
હેતથી ભાલે કોઈ
ચુંબન ચોડી ગયું,
જીવવાનું કારણ
તો આપીજ ગયું.
✍️ ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'
બાંહેધરી: ઉપરોક્ત રચના મારી સ્વરચિત છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.