રાધા - વંદના દવે - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 24 સપ્ટેમ્બર, 2023

રાધા - વંદના દવે

રચનાનું નામ :-" રાધા "

કવિયેત્રી નું નામ:- વંદના દવે

શીર્ષક:- " રાધા "


નાનકડી છોકરી રમે આંગણમાં,

ઝાંઝરીયા પગમાં બોલે છમ છમ.

મલકીને નજીક સરકી પૂછ્યું નામ,

ડોલતી હરખે હસતી હસી જરા.

વૃષભાનુની પ્યારી કીર્તિજી માતા .

ભ્રમણ કરી વક્ર મલકી બોલી રાધા.

કાન સંગ છે મારે અનેરી પ્રીતડી,

નાથ મન છે મારું મારો એ સંગાથી.

નેહ બંધાયો ચોર શ્યામ સંગ હું ને,

ખીજે મુજને રોજ સખી રંગે કાળો.

રાધા કાન નો ધડકન ધબકાર,

બંસીના સૂરમાં સતત સંભળાય.

છબીમાં નિહાળી રાધા શ્યામ ને,

નયને સમાવી બડભાગી થઈ વંદના!!

     વંદના દવે જુનાગઢ.✍️


બાંહેધરી:-હું વંદના દવે ખાતરી આપું છું કે આ મારી મૌલિક રચના છે જો એ કોપીની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને 

અધિકાર છે.

તા.:- ૨૩/૯/૨૦૨૩ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...