રચનાનું નામ - શિક્ષક
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ વસુધા
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
*શિક્ષકદિનની શુભકામનાઓ સહ*
સંસ્કરણથી જિંદગી બદલાવતાં શિક્ષક જગે.
માનવીના નૂરને પ્રગટાવતાં શિક્ષક જગે.
મા સમું છે જેમનું સ્તર, વ્હાલ જે હૈયે વસ્યું,
પ્રેમથી હર પાઠને સમજાવતાં શિક્ષક જગે.
જ્ઞાનગંગાને વહાવી, શુદ્ધતા સ્થાપે સતત,
સ્નેહની ધારા વડે ચમકાવતાં શિક્ષક જગે.
રાગ કે ના દ્વેષ જેના, અંતરે ના આવતાં,
ભીતરી સમભાવથી સંભાળતાં શિક્ષક જગે.
શુદ્ધ સોનાની પરખ, જાણી શકે સોનાર જેમ,
એમ પરખી શિષ્યને, ત્રોફાવતાં શિક્ષક જગે.
ઓળખે હીરા ઝવેરી, પારખું એવી નજર,
રત્ન જેવી જિંદગી, નિખારતાં શિક્ષક જગે.
બાહ્ય ટપલાં મારતાં પણ હાથ રાખી ભીતરે,
ખંતથી ઘટને સરસ, શોભાવતાં શિક્ષક જગે.
દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
.
.
.
.
.
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા
બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.